Artist Name
સહજાનંદ સલૂણું વિદ્યા સંકુલ ભવ્ય અમારું,
અવિરત જલતી જ્ઞાન જયોતથી રહે દૂર અંધારું....
ગહન ગુંજતો પરમ પ્રેમનો મંજુલ મધુર નિનાદ,
વિધ વિધ ઉત્તમ કલા સ્પંદનો કરે નિત્ય સંવાદ;
અવનવીન શુભ સંકલ્પોનાં પ્રગટે પુષ્પ સુચારુ....
સહજસિધ્ધ સૌહાર્દ છલકતો પ્રસરે પુનિત પ્રકાશ,
ઉન્નત્ત ગગન ઉડાન ભર્યાંનો થતો પૂર્ણ અભિલાષ;
સદા સંગમાં કરતાં સુંદર સ્વપ્ન સફળ સહિયારું...
સહજાનંદ સલૂણું વિદ્યા સંકુલ ભવ્ય અમારું....